|
ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેંકડો સમર્થકોએ રવિવારે અમેરિકાના આશરે 16 શહેરોમાં રેલી કાઢી હતી. વોશિંગ્ટનમાં ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને લિંકન મેમોરિયલથી લઈને ઈસ્ટ કોસ્ટ પરના આઇકોનિક ગોલ્ડન બ્રિજ સહિતના સ્થળો પણ રેલીઓ કાઢવામાં આવી હતી અને મોદી સમર્થકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન 400 બેઠકો પાર કરશે.
|